મન કી બાત: જિંદગીમાં એડવેન્ચર તો હોવું જ જોઈએ- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા સવારે 11 વાગે દેશવાસીઓને સંબોધિત કરી રહ્યાં છે.. મન કી બાતની આ 62મી શ્રેણી છે. ગત મહિને મન કી બાતનું પ્રસારણ 26મી જાન્યુઆરીએ થયું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2014 બાદથી પીએમ મોદી દ્વારા પ્રત્યેક માસના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમનું રેડિયો પ્રસારણ થાય છે. ગત મહિને ગણતંત્ર દિવસના સમારોહના કારણે મન કી બાત કાર્યક્રમનો સમય બદલીને સાંજે 6 વાગ્યાનો કરાયો હતો. સામાન્ય રીતે આ કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગે થાય છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાતની આ 62મી શ્રેણી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સૌથી પહેલા હુનર હાટના પોતાના પ્રવાસનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ એ મારું સૌભાગ્ય છે કે મન કી બાતના માધ્યમથી મને દેશભરના નાગરિકોને ફરીથી એકવાર નમસ્કાર કરવાની તક મળી છે. તમને બધાને નમસ્કાર.
આપણા દેશની વિશાળતા અને વિવિધતાને યાદ કરવી, તેને નમન કરવું, દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. આ વિવિધતાના અનુભવનો અવસર તો હંમેશાથી અભિભૂત કરનારો, આનંદથી ભરી દેનારો, એક પ્રકારથી પ્રેરણાનું પુષ્પ હોય છે. થોડા દિવસ પહેલા હું દિલ્હીના હુનર હાટની મુલાકાતે ગયો હતો જ્યાં મે આપણા દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી અને લાગણીઓની વિવિધતાઓના દર્શન કર્યાં.
હુનર હાટમાં એક દિવ્યાંગ મહિલાની વાત સાંભળીને ખુબ સંતોષ થયો. તેમણે મને જણાવ્યું કે પહેલા તેઓ ફૂટપાથ પર પોતાના પેન્ટિંગ વેચતા હતાં પરંતુ હવે હુનર હાટ સાથે જોડાયા બાદ જીવન બદલાઈ ગયું છે. મને જણાવવામાં આવ્યું કે હુનર હાટમાં ભાગ લેનારા કારીગરોમાં પચાસ ટકાથી વધુ મહિલાઓ છે. છેલ્લા 3 વર્ષોમાં હુનર હાટના માધ્યમથી લગભગ 3 લાખ કારીગરો, શિલ્પકારોને રોજગારની તકો મળે છે.
मैंने, खुद हुनर हाट में बिहार के स्वादिष्ट लिट्टी-चोखे का आनन्द लिया। भारत के हर हिस्से में ऐसे मेले, प्रदर्शनियों का आयोजन होता रहता है। #PMONAIR #MannKiBaat (#HunarHatt) pic.twitter.com/LEAjfdfvS3
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 23, 2020
હુનર હાટ, કળાના પ્રદર્શન માટે મંચ હોવાની સાથે સાથે આ લોકોના સપનાને પણ પંખ આપે છે. જ્યાં આ દેશની વિવિધતાને અવગણવી અશક્ય છે. શિલ્પકળા તો છે જ પરંતુ સાથે સાથે આપણા ખાણીપીણીની પણ વિવિધતા છે.
મેં ખુદ હુનર હાટમાં બિહારના સ્વાદિષ્ટ લિટ્ટી ચોખાનો આનંદ લીધો. ભારતના દરેક હિસ્સામાં આવા મેળા, પ્રદર્શનીઓનું આયોજન થતું રહે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણા પૂર્વજોએ આપણને જે વારસામાં આપ્યું છે, જે શિક્ષણ, અને દીક્ષા આપણને મળ્યાં છે જેમાં જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે, આ તમામ સારી વાતો આપણી સાંસ્કૃતિક વિરાસત છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં ગાંધીનગરમાં ‘COP - 13 convention’ જેમાં આ વિષય પ્રત્યે ખુબ ચિંતન, મનન થયું. મંથન થયું અને ભારતના પ્રયત્નોને ખુબ બિરદાવવામાં પણ આવ્યાં. એ આપણા માટે ગર્વની વાત છે કે આવનારા ત્રણ વર્ષ સુધી ભારત migratory species પર થનારા ‘COP convention’ની અધ્યક્ષતા કરશે. આ અવસરને કેવી રીતે ઉપયોગી બનાવીએ તે માટે તમે તમારા સૂચનો જરૂર મોકલો. ‘COP convention’ પર થઈ રહેલી ચર્ચા વચ્ચે મારું ધ્યાન મેઘાલય સંબંધિત મહત્વની જાણકારી પર ગયું. હાલમાં જ Biologistsએ માછલીની એક એવી જાતિની શોધ કરી છે જે ફક્ત મેઘાલયમાં જ ગુફાઓની અંદર મળી આવે છે.
महान तमिल कवियत्री अव्वैयार (Avvaiyar) ने लिखा है-#PMONAIR #MannKiBaat pic.twitter.com/ALw4G1II6N
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 23, 2020
પીએમ મોદીએ કહ્યું કે હાલના દિવસોમાં આપણા દેશમાં બાળકો અને યુવાઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે રૂચિ સતત વધી રહી છે. અંતરીક્ષમાં રેકોર્ડ સેટેલાઈટ લોન્ચિંગ, નવા નવા રેકોર્ડ, નવા નવા મિશન દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. હું તમને એક રોચક જાણકારી આપવા માંગુ છું. મે નમો એપ પર ઝારખંડના ધનબાદના રહીશ પારસની કોમેન્ટ વાંચી.
આ પ્રોગ્રામમાં, પોતાની પરીક્ષા બાદ રજાઓમાં વિદ્યાર્થીઓ, ISRO ના અલગ અલગ સેન્ટર્સમાં જઈને સ્પેસ ટેક્નોલોજી,સ્પેસ વિજ્ઞાન, અને સ્પેસ એપ્લિકેશન અંગે શીખે છે. આ ઉડાણમાં 10 ટકા બાયોજેટ ફ્યુલનું મિશ્રણ કરાયું હતું.
આપણું નવું ભારત હવે જૂના એપ્રોચ સાથે ચાલવા તૈયાર નથી. ખાસ કરીને ન્યુ ઈન્ડિયાની આપણી બહેનો અને માતાઓ તો આગળ વધીને તે પડકારોને પોતાના હાથમાં લઈ રહ્યાં છે. 31 જાન્યુઆરી 2020ના રોજ લદ્દાખની ખુબસુરત વાદીઓમાં એક ઐતિહાસક ઘટના ઘટી. લેહના કુશોકબાકુલા રિમ્પોચી એરપોર્ટથી ભારતીય વાયુસેનાના AN-32 વિમાને જ્યારે ઉડાણ ભરી તો ઈતિહાસ સર્જાઈ ગયો. તમારી સાથે બાર વર્ષની પુત્રી કામ્યા કાર્તિકેયનની ઉપલબ્ધિની ચર્ચા જરૂર કરીશ. કામ્યાએ ફક્ત 12 વર્ષની ઉંમરમાં Mount Aconcaguaને ફતેહ કરવાનું કારનામું કરી બતાવ્યું છે.
जब आप 105 वर्ष की भागीरथी अम्मा की सफलता की कहानी सुनेंगे तो और हैरान हो जाएंगे। अगर हम जीवन में प्रगति करना चाहते हैं, तो पहली शर्त यही होती है कि हमारे भीतर का विद्यार्थी, कभी मरना नहीं चाहिए। #PMONAIR #MannKiBaat pic.twitter.com/ITTjeZsGOP
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 23, 2020
ભારતની જિયોગ્રાફી એવી છે કે જે આપણા દેશમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ઢગલો તકો પ્રદાન કરે છે. પીએમ મોદીએ આગળ 105 વર્ષના ભાગીરથી અમ્માની વાર્તા કરી. આપણા જીવનમાં જો પ્રગતિ કરવા માંગતા હોવ તો પહેલી શરત એ છે કે આપણી અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરવો જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે